ન હિ કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્ ।
કાર્યતે હ્યવશઃ કર્મ સર્વઃ પ્રકૃતિજૈર્ગુણૈઃ ॥ ૫॥
Translation: કોઈપણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. વાસ્તવમાં સર્વ પ્રાણીઓ તેમની માયિક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા કર્મ કરવા વિવશ હોય છે.
Commentary: કેટલાક લોકો માને છે કે કર્મનો સંબંધ કેવળ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સાથે જ છે અને દૈનિક પ્રવૃત્તિઓ જેવી કે, ખાવું, પીવું, સૂવું, જાગવું, વિચારવું વગેરે સાથે નથી. તેથી જયારે તેઓ તેમના વ્યવસાયનો ત્યાગ કરે છે તો …
આ શ્લોક ખોલો ›ગૂગલ સર્ચમાં #1 ગીતા સાઇટ
આજ સુધી મુલાકાતીઓની સંખ્યા
આવી પડેલી તાત્કાલિક સમસ્યાનો સામનો ન કરી શકતા અર્જુને પોતાના અનુભવાતા દુઃખને દૂર કરવા માટે શ્રીકૃષ્ણની શરણ લીધી. શ્રીકૃષ્ણે તેમને માત્ર તેમની તાત્કાલિક સમસ્યા વિશે સલાહ ન આપી, પરંતુ જીવનના દર્શન પર એક ગહન ઉપદેશ આપ્યો. તેથી ભગવદ્ ગીતાનો સર્વોચ્ચ હેતુ બ્રહ્મવિદ્યા, એટલે કે ઈશ્વર-સાક્ષાત્કારનું વિજ્ઞાન પ્રદાન કરવાનો છે.
ભગવદ્ ગીતા માત્ર ઊંચી દાર્શનિક સમજ આપીને સંતોષતી નથી; તે રોજિંદા જીવનમાં તેના આધ્યાત્મિક સિદ્ધાંતો અમલમાં મૂકવાની સ્પષ્ટ પદ્ધતિઓ પણ વર્ણવે છે. આધ્યાત્મિકતાના વિજ્ઞાનને જીવનમાં લાગુ કરવાની આ પદ્ધતિઓને "યોગ" કહેવામાં આવે છે. તેથી ભગવદ્ ગીતાને "યોગ શાસ્ત્ર" પણ કહેવામાં આવે છે, એટલે કે યોગના અભ્યાસની શીખ આપતું શાસ્ત્ર.
અનુભવહીન આધ્યાત્મિક સાધકો ઘણીવાર આધ્યાત્મિકતાને સાંસારિક જીવનથી અલગ કરે છે; કેટલાક પરમાનંદને પરલોકમાં પ્રાપ્ત થવાની વસ્તુ માને છે. પરંતુ ભગવદ્ ગીતા એવો કોઈ ભેદ કરતી નથી અને આ જ દુનિયામાં માનવજીવનના દરેક પાસાને પવિત્ર કરવાનો હેતુ રાખે છે. તેથી તેના તમામ અઢાર અધ્યાયોને યોગના વિવિધ પ્રકારો તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ આધ્યાત્મિક જ્ઞાનને વ્યવહારિક જીવનમાં લાગુ કરવાની પદ્ધતિઓ સાથે સંકળાયેલા છે.
તમે શોધી રહેલાં જ્ઞાન સુધી સીધા પહોંચો
Journey through 18 chapters of timeless wisdom, each revealing profound truths about life, duty, and the divine
યુદ્ધના પરિણામો અંગે શોકની અભિવ્યક્તિ
એક જ વંશના બે પરિવારનાં પિતરાઈ ભાઈઓ, કૌરવો અને પાંડવો વચ્ચે આરંભ થનારા મહાભારત યુદ્ધની રણભૂમિના ઉંબરા ઉપર ભગવદ્ ગીતાનું …
વિશ્લેષણાત્મક જ્ઞાનનો યોગ
આ અધ્યાયમાં, અર્જુન તેની સમક્ષ ઉત્ત્પન્ન થયેલી પરિસ્થિતિનો સામનો કરવાની પોતાની ઘોર અસમર્થતાની પુનરુક્તિ કરે છે અને તોળાઈ રહેલા યુદ્ધમાં …
કર્મનો યોગ
આ અધ્યાયમાં શ્રીકૃષ્ણ સમજાવે છે કે સર્વ જીવ તેમનાં મૂળભૂત પ્રાકૃતિક ગુણોને આધારે કર્મ કરવા વિવશ છે, અને એક ક્ષણ …
જ્ઞાનનો યોગ અને કર્મનું અનુશાસન
ચોથા અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને પ્રદત્ત થઇ રહેલા દિવ્ય જ્ઞાનમાં તેની શ્રદ્ધાને પોતાના આદિકાળના ઉદ્ગમ અંગેની અભિવ્યક્તિ દ્વારા દૃઢ કરે …
વૈરાગ્યનો યોગ
આ અધ્યાય કર્મ સંન્યાસ (કર્મનો ત્યાગ)ના માર્ગની તુલના કર્મ-યોગ (ભક્તિયુક્ત કર્મ)ના માર્ગ સાથે કરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે બંને …
ધ્યાનનો યોગ
આ અધ્યાયમાં શ્રીકૃષ્ણ પાંચમા અધ્યાયમાં કરેલું કર્મયોગ (સાંસારિક ઉત્તરદાયિત્ત્વોનાં પાલન સાથે આધ્યાત્મિક સાધના) અને કર્મ સંન્યાસ (વિરક્ત અવસ્થામાં આધ્યાત્મિક સાધના)નું …
દિવ્ય જ્ઞાનની અનુભૂતિ દ્વારા યોગ
આ અધ્યાયનો પ્રારંભ ભગવાનની શક્તિના માયિક તથા આધ્યાત્મિક પરિમાણોનાં વર્ણન સાથે થાય છે. શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે આ સર્વ …
શાશ્વત ભગવાનનો યોગ
આ અધ્યાય એવા અનેક શબ્દો અને વિભાવનાઓની સંક્ષિપ્તમાં સ્પષ્ટતા કરે છે જે અંગે ઉપનિષદોમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં …
રાજ વિદ્યા દ્વારા યોગ
સપ્તમ તથા અષ્ટમ અધ્યાયમાં શ્રીકૃષ્ણ પ્રગટ કરે છે કે ભક્તિ એ ભગવાનને પ્રાપ્ત કરવાનું સરળતમ માધ્યમ છે અને તે યોગનું …
ભગવાનના અનંત ઐશ્વર્યોની પ્રશસ્તિ દ્વારા યોગ
આ અધ્યાયમાં શ્રીકૃષ્ણે સ્વયંના ભવ્ય તેમજ તેજસ્વી મહિમાનું વર્ણન કર્યું છે કે જેથી તેના ચિંતન દ્વારા અર્જુનને ભગવાન ઉપર ધ્યાન …
ભગવાનના વૈશ્વિકરૂપના દર્શન દ્વારા યોગ
આ પૂર્વના અધ્યાયમાં, શ્રીકૃષ્ણે અર્જુનની ભક્તિને પુષ્ટ કરવા તથા તેમાં અભિવૃદ્ધિ કરવાના ઉદ્દેશ્યથી તેમની દિવ્ય વિભૂતિનું વર્ણન કર્યું. અધ્યાયના …
ભક્તિનો યોગ
આ લઘુ અધ્યાયમાં આધ્યાત્મિક સાધનાઓના અન્ય સર્વ પ્રકારોની તુલનામાં પ્રેમા ભક્તિમાર્ગની સર્વોત્કૃષ્ટતા ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. તેનો પ્રારંભ અર્જુન …
ક્ષેત્ર તથા ક્ષેત્રના જ્ઞાતા વચ્ચેના ભેદદર્શન દ્વારા યોગ
ભગવદ્દ ગીતામાં કુલ ૧૮ અધ્યાયો છે, જેનું સંપાદન ત્રણ વિભાગોમાં કરવામાં આવ્યું છે. પ્રથમ વિભાગના છ અધ્યાયોમાં કર્મયોગનું વર્ણન કરવામાં …
માયિક પ્રકૃતિના ત્રણ ગુણોના જ્ઞાન દ્વારા યોગ
અગાઉના અધ્યાયમાં આત્મા અને માયિક શરીર વચ્ચેની ભિન્નતા અંગે વિસ્તૃત સ્પષ્ટીકરણ પ્રસ્તુત કરવામાં આવ્યું. આ અધ્યાય માયા શક્તિની પ્રકૃતિ અંગે …
પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય વિભૂતિ યોગ
અગાઉના અધ્યાયમાં શ્રી કૃષ્ણે સમજાવ્યું કે માયિક પ્રકૃતિના ત્રણ ગુણોને ઓળંગીને કોઈ મનુષ્ય દિવ્ય લક્ષ્યની પ્રાપ્તિ કરે છે. તેમણે એ …
દૈવી તથા આસુરી પ્રકૃતિના વિવેક દ્વારા યોગ
આ અધ્યાયમાં, શ્રીકૃષ્ણ માનવજાતિમાં પ્રવર્તમાન બે પ્રકારની પ્રકૃતિઓનું વર્ણન કરે છે—દૈવી તથા આસુરી. શાસ્ત્રીય ઉપદેશોના પાલન, સાત્ત્વિક ગુણના સંવર્ધન તથા …
શ્રદ્ધાના ત્રણ વિભાગોના જ્ઞાન દ્વારા યોગ
ચૌદમા અધ્યાયમાં શ્રીકૃષ્ણે માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અને તેઓ કેવી રીતે મનુષ્યો પર પોતાનો પ્રભાવ દાખવે છે તે અંગે સમજાવ્યું …
સંન્યાસમાં પૂર્ણતા અને શરણાગતિ દ્વારા યોગ
ભગવદ્દ ગીતાનો અંતિમ અધ્યાય સૌથી દીર્ઘતમ છે અને તેમાં અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. અર્જુન ત્યાગના વિષયનો પ્રારંભ સંન્યાસ …
પવિત્ર ભગવદ્ ગીતાના શાશ્વત પ્રેરણાદાયક જ્ઞાનથી તમારો દિવસ શરૂ કરો, જે સીધું તમારા ઈમેઇલ પર પહોંચે છે!