અધર્મં ધર્મમિતિ યા મન્યતે તમસાવૃતા ।
સર્વાર્થાન્વિપરીતાંશ્ચ બુદ્ધિઃ સા પાર્થ તામસી ॥ ૩૨॥
અધર્મમ્—અધર્મ; ધર્મમ્—ધર્મ; ઈતિ—આ પ્રમાણે; યા—જે; મન્યતે—માને છે; તમસ-આવૃત્તા—તમસથી આવૃત્ત; સર્વ-અર્થાન્—સર્વ પદાર્થો; વિપરીતાન્—વિરુદ્ધ; ચ—અને; બુદ્ધિ:—બુદ્ધિ; સા—તે; પાર્થ—પૃથાપુત્ર,અર્જુન; તામસી—તમોગુણી.
BG 18.32: જે બુદ્ધિ અંધકારથી આચ્છાદિત હોય છે, તે અધર્મને ધર્મ માની લે છે અને સત્યને અસત્ય રૂપે જોવે છે, તે તામસી બુદ્ધિ છે.
તામસિક બુદ્ધિ ઉત્કૃષ્ટ જ્ઞાનના પ્રકાશથી રહિત હોય છે. તેથી, તે અધર્મને ધર્મ માનવાની ગેરસમજ કરે છે. ઉદાહરણ તરીકે, મદ્યપ મદ્યાર્ક પ્રદત્ત નશા પ્રત્યે આસક્ત હોય છે. તેથી, તેની તમસના અંધકારના ધુમ્મસથી આચ્છાદિત દુર્બળ બુદ્ધિ, મદ્યપાનથી થતા અધ:પતનનો બોધ પણ કરી શકતી નથી અને મદિરાની બીજી બોટલ મેળવવા માટે તેને પોતાની મિલકત વેચી નાખવામાં પણ કોઈ વાંધો હોતો નથી. તામસિક બુદ્ધિમાં તર્કસંગતતા અને નિર્ણયશક્તિનો ક્ષય થઈ જાય છે.
અધર્મં ધર્મમિતિ યા મન્યતે તમસાવૃતા ।
સર્વાર્થાન્વિપરીતાંશ્ચ બુદ્ધિઃ સા પાર્થ તામસી ॥ ૩૨॥
જે બુદ્ધિ અંધકારથી આચ્છાદિત હોય છે, તે અધર્મને ધર્મ માની લે છે અને સત્યને અસત્ય રૂપે જોવે છે, તે તામસી …
Sign in to save your favorite verses.
Sign In
તમે શોધી રહેલાં જ્ઞાન સુધી સીધા પહોંચો
પવિત્ર ભગવદ્ ગીતાના શાશ્વત પ્રેરણાદાયક જ્ઞાનથી તમારો દિવસ શરૂ કરો, જે સીધું તમારા ઈમેઇલ પર પહોંચે છે!