કચ્ચિદેતચ્છ્રુતં પાર્થ ત્વયૈકાગ્રેણ ચેતસા ।
કચ્ચિદજ્ઞાનસમ્મોહઃ પ્રનષ્ટસ્તે ધનઞ્જય ॥ ૭૨॥
કશ્ચિત્—કે; એતત્—આ, શ્રુતમ્—સાંભળેલું; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; ત્વયા—તારા દ્વારા; એક-અગ્રેણ ચેતસા—એકાગ્ર ચિત્તથી; કશ્ચિત્—કે; અજ્ઞાન—અજ્ઞાન; સમ્મોહ:—ભ્રમ; પ્રનષ્ટ:—નષ્ટ થઈ ગયો; તે—તારો; ધનંજય—અર્જુન, ધન પર વિજય પ્રાપ્ત કરનાર.
BG 18.72: હે અર્જુન, તે મને એકાગ્ર ચિત્તે સાંભળ્યો છે? શું તારાં અજ્ઞાન અને મોહ નષ્ટ થઈ ગયાં છે?
શ્રીકૃષ્ણે અર્જુનનાં શિક્ષકનું સ્થાન ગ્રહણ કર્યું છે. શિક્ષક માટે એ સ્વાભાવિક છે કે વિદ્યાર્થીએ વિષયને ગ્રહણ કર્યો છે કે નહિ, તેની પૃચ્છા કરે. શ્રીકૃષ્ણનો આ પૂછવા માટેનો ઉદ્દેશ્ય એ છે કે જો અર્જુન સમજ્યો ન હોય તો તેઓ પુન: સમજાવવા અથવા આગળ વિસ્તૃત માહિતી આપવા તૈયાર છે.
કચ્ચિદેતચ્છ્રુતં પાર્થ ત્વયૈકાગ્રેણ ચેતસા ।
કચ્ચિદજ્ઞાનસમ્મોહઃ પ્રનષ્ટસ્તે ધનઞ્જય ॥ ૭૨॥
હે અર્જુન, તે મને એકાગ્ર ચિત્તે સાંભળ્યો છે? શું તારાં અજ્ઞાન અને મોહ નષ્ટ થઈ ગયાં છે?
Sign in to save your favorite verses.
Sign In
તમે શોધી રહેલાં જ્ઞાન સુધી સીધા પહોંચો
પવિત્ર ભગવદ્ ગીતાના શાશ્વત પ્રેરણાદાયક જ્ઞાનથી તમારો દિવસ શરૂ કરો, જે સીધું તમારા ઈમેઇલ પર પહોંચે છે!